Tuesday, July 7, 2020

Mahi The Magician Of Cricket


M.S.Dhoni: God Gifted For Nation India.







  આજે ૭ જુલાઈ. ૭ જુલાઈ એટલે ક્રિકેટનાં બાહુબલી કહેવાતા ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીનો જન્મદિવસ. મિત્રો.. એમ.એસ.ધોની એક એવી હસ્તી કે જેણે 'શૂન્યમાંથી સર્જન' કેવી રીતે કરી શકાય તે આજનાં જમાનાનાં યુવકોને શિખવ્યું અને તેમનાં માટે આદર્શ બન્યો. સામાન્ય રાંચી જેવા ગામમાંથી આવી વિશ્વ ક્રિકેટજગતનો મહાન કેપટન બનવાનું તેનું આ સફર જ તેના વિશે ઘણું બધું કહી જાય છે. તેની કોઈપણ સંજોગોમાં રિસ્ક લેવાની આદતથી આપણે પરિચિત જ છીએ. જ્યારે રેલવેમાં તેને નોકરી હતી ત્યારે તેણે રેલવેની સરકારી નોકરી છોડી ક્રિકેટમાં વધુ સમય આપી ક્રિકેટમાં જવાનું રિસ્ક લીધું. ત્યારબાદ થોડી મુશ્કેલીઓનો સામનો કરી ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવેલ ખેલાડી એમ.એસ.ધોની પોતાની પહેલી વનડે મેચમાં શૂન્ય રને રનઆઉટ થયો. અને દરેક બેટ્સમેનનું સપનું હોય તે માત્ર ૪૨ ઇનિંગ્સમાં જ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(આઈ.સી.સી.) નાં રેન્કિંગમાં નંબર ૧ બેટ્સમેન બની ગયો. હાલ પણ માત્ર ૪૨ ઇનિંગ્સમાં નંબર ૧ બેટ્સમેન બનવાનો રેકોર્ડ વિશ્વ ક્રિકેટમાં એમ.એસ.ધોનીનાં નામે જ છે.
  વર્ષ ૨૦૦૪માં ઇન્ડિયન ક્રિકેટમાં ડેબ્યુ કર્યા બાદ માત્ર ત્રણ વર્ષમાં જ એટલે કે ૨૦૦૭માં ઇન્ડિયન ક્રિકેટ ટીમનો કેપટન બનાવવામાં આવ્યો. અને એ પણ ૨૦૦૭નો ટી-૨૦ વર્લ્ડકપ નજીક હતો ત્યારે.  તો પણ તેણે ડર્યા વગર સામનો કરી ૨૦૦૭નો વર્લ્ડકપ ટીમ ઇન્ડિયાને જીતાડયો. ૨૦૧૧નો એ વનડે વર્લ્ડકપ કોણ ભૂલી શકે? સમગ્ર વર્લ્ડકપમાં યુવરાજનું ઓલરાઉન્ડ પરફોર્મન્સ, ફાઇનલમાં ગૌતમ ગંભીરની અમૂલ્ય ઇનિંગ્સ અને એમ.એસ.ધોનીની એ ગગનચુંબી સિક્સર કોણ ભુલાવી શકે.. બાદમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં રોહિત શર્મા પાસે ઓપનિંગ કરાવવાનો નિર્ણય નું પરિણામ આજે આપણને છેલ્લા પાંચ વર્ષથી જોવા મળી રહ્યું છે. અને ૨૦૧૩ની એ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં સૌથી મોંઘા સાબિત થયેલા ઇશાંત શર્માને જ બોલિંગ આપવાનો નિર્ણય અને એ જ ઇશાંત શર્માએ એક ઓવરમાં બે વિકેટ ઝડપી ઇન્ડિયાની જીત લગભગ નિશ્ચિત કરી. અને ૨૦ ઓવરમાં ૧૨૭ રનનો સ્કોર ફાઇનલ જેવી પ્રેસર વાળી રમતમાં હેન્ડલ કરવો એ કદાચ ધોની જ કરી શકે. અને ૨૦૧૩ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમને વિજેતા બનાવી. ત્યારબાદ ૨૦૧૫નાં વનડે વર્લ્ડકપમાં ટીમને સેમિફાઇનલ સુધી પહોંચાડવી. ત્યારબાદ ૨૦૧૭માં વનડે અને ટી-૨૦ મેચમાંથી કેપ્ટન્સીપ છોડી. અને વિરાટની કેપ્ટન્સીપમાં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. પોતાની આઈ.પી.એલ. ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ ઉપર લાગેલ પ્રતિબંધ ઉઠતાં બે વર્ષ બાદ નવી ટીમ સાથે મેદાનમાં ઉતર્યો ત્યારે ટીમનાં મોટાભાગનાં ખેલાડીઓ ૩૦ વર્ષથી ઉપરનાં ઉંમરનાં હોવાથી 'ઘરડાઓની ટીમ' તરીકે તેમની ટીકા થતી. પણ કોઈને બોલ્યા વગર પોતાની રમતથી જવાબ દેવાની આદતથી તેણે બે વર્ષ બાદ એ જ મોટી ઉંમરનાં ખેલાડીઓ સાથે આઈ.પી.એલ. જીતી ટીકાકારોને વળતો જવાબ આપ્યો.
   વિશ્વ ક્રિકેટજગતની સૌથી મોટી ગણાતી સંસ્થા એટલે આઈ.સી.સી. એ ટ્વીટ કરીને લખ્યું છે ધોની એટલે ઇન્ડિયન ક્રિકેટ ટીમનો ચહેરો બદલાવનાર.
ધોની એટલે બેસ્ટ ફિનિશર, બેસ્ટ વિકીટકીપર, અને બેસ્ટ કેપ્ટન. આ એક પ્લેયરનાં રિપ્લેસમેન્ટ માટે ૩ પ્લેયરની જરૂરિયાત પડે. છેલ્લા ૧૪ વર્ષથી ટીમ ઇન્ડિયા માટે ૩ કામ એક જ પ્લેયર કરતો એટલે એમ.એસ.ધોની. હાલમાં તેનાં ધીમા બેટિંગની ટીકા થઈ રહી છે ત્યારે એક ઓવરમાં ૨૦ રન બાકી હોય ત્યારે તેના આલોચકોને પણ વિશ્વાસ હોય કે આ કામ ધોની જ કરી શકે તે ખેલાડી એટલે એમ.એસ.ધોની.
પોતાની દીકરીનો જન્મ થયો હોય અને પોતે ક્રિકેટ વર્લ્ડકપ દેશને જીતાડવા માટે ઓસ્ટ્રેલિયામાં હતો તો પણ જન્મેલી દીકરીને એક મહિના સુધી નહિ મળવાનું તેનું ડેડીકેશન જ દેશ પ્રત્યેનો પ્રેમ જાહેર કરે છે. ઇન્ડિયાનાં મોટા મોટા ક્રિકેટરો પણ ધોનીને દેશને મળેલી ગોડ ગિફ્ટ ગણાવે છે.
 વિશ્વ ક્રિકેટમાં અત્યાર સુધીમાં ૪૫૦ થી વધારે કેપ્ટનો રમી ગયા છે. તેમાં એમ.એસ.ધોની વિશ્વનો એકમાત્ર
કેપ્ટન છે જેણે પોતાની ટીમને આઈ.સી.સી. ની ત્રણેય ટ્રોફીઓ પોતાની કેપ્ટન્સીપમાં જીતાડી છે.
D= Dynamic
H= Hero
O= Of
N= Nation
I= India

  છેલ્લા બોલ સુધી ઉમ્મીદ ન હારવી જોઈએ. કોઈપણ લક્ષ્ય અશક્ય નથી હોતું. પોતાનાં ઉપર ભરોસો રાખો અને કોશિષ કરતાં રહો, ગ્રાઉન્ડમાં પણ અને જીંદગીમાં પણ... M.S.Dhoni

    છેલ્લે ૨૦૧૯ના વર્લ્ડકપ બાદ ગ્રાઉન્ડ પર મેચમાં ધોની પરત ફર્યો નથી. અને તેની નિવૃતિની વાતોએ પણ જોર પકડ્યું છે ત્યારે ધોનીના ચાહકો મનમાં એક જ ગીત ધોની માટે છે....

                     अभी ना जाओ छोड़कर...
                             के दिल अभी भरा नहीं...

                                                                   - ધવલ આચાર્ય, "પ્રિન્સ"